•  

    ૧ : ૧૦ - “સરસ વાત”

    એક સંતે સરસ વાત કરી છે :

    ખાવું હોય તો ગમ ખાજે 
    પીવું હોય તો ક્રોધ પીજે 

  •  

    ૧ : ૦૯ - સુવિચાર

    • મનુષ્યનું જન્મ વખતે જેટલું વજન હોય છે, તેટલું જ વજન તેના મૃત્યુ વખતે તેની રાખનું હોય છે. કુદરત આગળ હિસાબ બધો સરખો જ હોય છે. જે કુદરત જન્મ વખતે આપે છે મૃત્યુ વખતે પાછો લઈ લે છે. હિસાબ કિતાબ સરખો કરી લે છે. 
  •  

    ૧ : ૦૮ - કથા : “કષાય”

    એક યુવાન એક સંત આગળ જઈને પૂછે છે. ચાર કષાયમાં કયો કષાય વધારે ખરાબ?

  •  

    ૨ : ૨૧ - પ્રભુસ્મરણ

    ઉમ્ર મારી પૂછશો નહિ
    જવાનીમાં જ હું જીવ્યો છું
    સંઘર્ષ સાથે લડ્યો છું
    કામયાબી પામ્યો છું

  •  

    ૧ : ૦૭ - “ગુરુ માટે”

    ધ્યાન મૂલમ્ ગુરુ મૂર્તિ
    મંત્ર મૂલમ્ ગુરુ વાક્યમ્
    પૂજા મૂલમ ગુરુ પદમ્મો
    ક્ષ મૂલમ્ ગુરુકૃપા.

  •  

    ૨ : ૨૦ - મિત્રો તથા સંબંધીઓ

    મિત્રોને ઘણીબધી વાતો કરવાની ઇચ્છા થાય, પણ ઘણી વાતો કરવી કે ન કરવીના વિચારે એમ ને એમ
    ધરબાઇ જાય છે. આજ તો મને લાગ્યું કે કહેવું છે તો ચાલ આજે જ કહી દઉં, કાલની કોને ખબર છે.

  •  

    ૧ : ૦૬ - સુવિચાર

    ધર્મ એ મૃત્યુની કલા છે.

  •  

    ૧ : ૦૫ - પંડિતની પંડિતાઈ

    એક વખત એક યુવક બનારસ ભણવા ગયો હતો. ત્યાંના એક બહુ જ વિદ્વાન પંડિત આગળ અભ્યાસ કરી પોતાને ગામ ચાલ્યો ગયો.આસ્તે આસ્તે આ યુવાનનું નામ બહુ પ્રચલિત થઈ ગયું.

  •  

    ૧ : ૦૪ - આત્મવ્યથા

    આવ્યો છું પ્રભુ શરણ તારે, સ્વીકારી લે તું ચરણ તારે

    મોહમાયામાં હું લપેટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો.. (1)

  •  

    ૧ : ૦૨ - સુવિચાર

    રાત આખી જમીન પર વરસ્યો મેહ, 

    માટી તો ભીંજાઈ ગઈ, પત્થર એના એહ. 

  •  

    ૨ : ૧૯ - જિંદગી પરછાઇ કેરી

    આ જિંદગી પરછાઇ કેરી, બહુ સુંદર દેખાય છે
    આગળ તો ક્યારેક પાછળ, વચ્ચે થોભી પણ જાય છે...

  •  

    ૧: ૬૧ - “સંસાર એક ધર્મશાળા”

    એક વખત એક ફકીર રાજમહેલ આગળ ઊભો રહી બૂમ પાડતો હતો કે ધર્મશાળાનો દરવાજો ખોલો. કોઈ આ ધર્મશાળાનો દરવાજો ખોલો. આ સાંભળી અંદરથી સંત્રી આવ્યો, ફકીરને કહે છે કે ભાઈ આ કોઈ ધર્મશાળા નથી. આ તો રાજાનો મહેલ છે.

  •  

    ૧: ૬૨ - સુવિચાર

    • “આત્મા અમર છે એવી મોટી મોટી વાતો તમારા મૃત્યુના ડરને છૂપાવે છે.”
    • કેટલા આવ્યા ને કેટલા ચાલ્યા ગયા જગ મહીં
  •  

    ૧: ૬૩ - “શરીર અને આત્મા”

    આપણે જે શરીરથી જીવીએ છીએ એને જ જીવન માની આપણી યાત્રા પૂરી કરીએ છીએ. પણ વાસ્તવમાં આપણે આ શરીરને વાસ્તવિક હોવાપણું માનીએ છીએ પણ ખરેખર તો આનાથી ઉલટું જ આપણું જીવન છે

  •  

    ૧: ૬૪ - “અચ્છા હુઆ દેર અદેર આઈ ગયા”

    ભગવાન બુદ્ધની અંતિમ ઘડી આવી ત્યારે ગામમાં ખબર પડી કે બુદ્ધ હવે નિર્વાણની તરફ જઈ રહ્યા છે. છેલ્લી ઘડીઓ ગણાય છે. એ સાંભળી એક માણસ દોડતો દોડતો બુદ્ધના દર્શન માટે બુદ્ધ જ્યાં હતા ત્યાં પહોંચે છે.

  •  

    ૧: ૬૫ - સુવિચાર

    • કર્મ ત્રણ જાતના હોય છે – “એક કર્મ એવું કે પેપર ઉપર ધૂળ લાગેલ હોય તેવું.” જે પેપર ઉપાડતાં જ ખરી પડે
  •  

    ૧: ૬૬ - કથાઃ “તારી ચાલ ઉપરથી કહી શકાય”

    એક યુવાન એક ગામથી બીજે ગામ જતો હતો. ગામ આવ્યું નહીં એટલે એણે ઝાડ નીચે એક સંત બેઠેલા એને પૂછ્યું, ભાઈ મારે મલકાપુર જવું છે. મલકાપુર પહોંચતાં મને કેટલો સમય લાગશે?

  •  

    ૧: ૬૭ - સુવિચાર

    • સંસારમાં શ્રીમંત અને ગરીબ બંને ભિખારી છે.
  •  

    ૧: ૬૮ - “અહંકાર” “શ્રીનાથ અને જગન્નાથ

    શ્રીનાથ અને જગન્નાથ બે ખાસ મિત્રો હતા. એક મહાન શિલ્પી અને બીજો મહાન જ્યોતિષ. શ્રીનાથ એવો શિલ્પી કે એનો જોટો મળે નહિ. એ જે મૂર્તિ બનાવે એ આબેહૂબ બનાવે. સાચા અને ખોટાની ઓળખ ન કરી શકાય. જ્યારે જગન્નાથ એવો જ્યોતિષી કે એ જે જયોતિષ ભાખે એમાં મીનમેખ ન થાય.

  •  

    ૧: ૬૯ - “અહીં જ પૂર્ણવિરામ”

    આજે બેઠા બેઠા વિચાર આવ્યો કે એક લેખ લખું પણ જેવી શરૂઆત કરી કે કલમ આગળ ચાલે જ નહીં. વિચારવા લાગ્યો કે આજે કલમને થયું છે શું? કેમે કરી આગળ ચાલવા તૈયાર જ નહિ. એટલામાં કલમ પોતાની મેળે જ ચાલવા લાગી ને એણે જ એના વિચારો લખી નાખ્યા. તો છે આ એના વિચારો પણ મેં એને શબ્દોમાં શણગારેલ છે.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC