આવ્યો છું પ્રભુ શરણ તારે, સ્વીકારી લે તું ચરણ તારે
મોહમાયામાં હું લપેટાયો, રાત કે દિવસ યાદ ન આવ્યો.. (1)
આ જિંદગી પરછાઇ કેરી, બહુ સુંદર દેખાય છે આગળ તો ક્યારેક પાછળ, વચ્ચે થોભી પણ જાય છે...
મારુંમારું કરી હું મર્યો હાથ ન લાગ્યું કાંઇ મોત આવી આંગણ ઊભું હવે કશું ન થાય માયા કેરી આ નગરીમાં હું અટવાયો હવે શું થાય
ભૂલો પડી ભગવાન એક દી તું આવજે જોઇ દશા અમારી કંઇક રસ્તો બતાવજે...
જિંદગી એ તો બાવન પતાંની પ્રભુ તારી રમત છે પ્યારી કોને કેવા પતાં આપવા એ તારી ગમત છે ન્યારી
‘‘કોરોના’’નો કેર નથી, કેર છે આ બધી મહાસત્તાઓનો, કીડો ખદબદે છે અંદર, બની મહાસત્તા બધા પર રાજ કરવાનો.
મારું જ લખેલું ક્યારેક મને જ બહુ ગમે છે હૃદયના મારા જ ભાવો શબ્દોમાં ઊતરે છે...
આ વાત મારી છે, આ વાત તમારી છે આ વાત આપણી છે એક ફૂલ તમારું એક ફૂલ મારું છે