એક વખત ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે બાજુના ગામમાં હેલી નામનો ખેડૂત રહે છે. તેને જઈને ઉપદેશ આપી આવો. તેનો સમય (કાળ) પાકી ગયો છે તારો એ ઉપદેશ સાંભળી ધર્મમાં વળી જશે અને દીક્ષા લેવા તૈયાર થઈ જશે.
જેમ ઝાડને ડાળીઓ વગર સ્થિરતા આવવી મુશ્કેલ છે. ડાળીઓ સ્થિરતાનું કામ કરે છે. આમ સંપ્રદાય પણ ધર્મને સ્થિર રાખવા માટે ઉપયોગી છે.
એક વખત એક ગામમાં એક માણસ બળજબરીથી બળદને ગળે રસ્સી બાંધી ખેંચી રહ્યો હતો, એ વખતે ત્યાંથી એક ફકીર નીકળ્યો.
આ સનેડો શબ્દ આપણને લગ્નગીતોમાં બહુ જ સાંભળવા મળે છે. “સનેડો”નો અર્થ સ્નેહ, પ્રેમ વગેરે વગેરે થાય છે. લગ્નગીતમાં વરપક્ષવાળા વરના પિતા-માતા, ભાઈ-બેન, દાદા-દાદી વગેરેના વખાણ કરવા માટે ‘સનેડો’ શબ્દનો ઉપયોગ કરે છે. સનેડો એક નિર્દોષ સ્નેહની અભિવ્યક્તિ માટે છે. મેં આ જ રીતે એ સનેડાનો ઉપયોગ પ્રભુ ઉપર સ્નેહ દર્શાવવા કરેલ છે
નીંદરડી આવી નહીંને
શમણાંઓ ઉમટી પડ્યાં.
એક વખત એક યુવાન દંપતી જૂહુના દરિયાકિનારે ફરવા ગયેલ. રવિવારનો દિવસ અને દરિયાકિનારે ખૂબ જ ભીડ. આ ભીડની અંદર આ દંપતીનો ત્રણ-ચાર વર્ષનો પુત્ર સાથે સાથે ચાલતાં અલગ થઈ ગયો. જયારે દંપતીએ પુત્રને જોયો નહિ ત્યારે બન્ને એકદમ હેબતાઈ ગયાં
સત્તા, સંપત્તિ અને જ્ઞાન ત્રણે અહંકારની માતા છે. આ ત્રણેય અહંકારને જન્મ આપે છે. આ ત્રણેય ઉપર વિજય જે મેળવે છે એ સાધુમાંથી સંત બને છે. સંત બનવું એ એક મોટી પ્રક્રિયા છે
એક ખેડૂત હંમેશાં કાવડ લઈને ખેતરે જતો. કાવડમાં બે ઘડા પાણીના હોય. એક ઘડામાં નાનું કાણું. આથી ખેતરે પહોંચે ત્યાં સુધીમાં માટલું ખાલી થઈ જાય. કાણાવાળા માટલાને એક દિવસ વિચાર આવ્યો કે, ચાલ આ ખેડૂતને પૂછી જોઉં કે તું ખેતરે પહોંચે છે
જયારે આપણે કોઈપણ તપ કરીએ છીએ ત્યારે “તપ” પહેલાં ફાયદા શું થાય છે? એ પહેલા જોઈએ છીએ. ધારો કે કોઈ સંત આપણને કહે કે તપથી કોઈ ફાયદો થતો નથી પણ શરીર માટે તપ સારું તો આપણે કેટલાં તપ કરીએ? ના તો આપણે તપમાં રસ ન લઈએ. ફળ પહેલાં નક્કી હોય તો જ આપણે એમાં ઇચ્છા કરીએ. આ આપણી મનોદશા છે.
વર્ષોથી કંઈક જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મહત્ત્વકાંક્ષાનો વર વર્ષો સુધી તપતો રહ્યો. સાધુવેશનાં વસ્ત્રો ભાળી મનમાં દોટ શરૂ થતી. નાનપણથી જ સાધુપણા ઉપર કંઈક જાણવાની, ઉત્કંઠા, કોઈ અગમ્ય શક્તિ જાણે આ માટે ખેંચતી હોય તેવું ભાસે. સાધુની પંડિતાઈ જોઈ તેઓનો શાસ્ત્રો ઉપરનો પ્રેમ જોઈ તેમનું વાણી ચાતુર્ય જોઈ એમ લાગે કે જીવનમાં એણે જે મેળવ્યું છે એ હું મેળવીશ. હું પણ બીજાને પ્રભાવિત કરી મારી જાતને અહંકારની ભાવનાથી ભરી દેતો.
પંખી એક એક તણખલું ભેગું કરી માળો બનાવે છે અને પોતાનાં ઈંડાં સેવે છે. આમ ને આમ ઈંડામાંથી બચ્ચાં બની ગેલ કરતાં કરતાં. સમય પસાર થઈ જાય છે અને આસ્તે આસ્તે પંખીને માળો એટલો બધો ગમવા લાગે છે કે એનું મમત્વ એનાથી છૂટતું નથી તો પણ એક દિવસ માળો વેરવિખેર થઈ જાય છે.
મારા એક મિત્ર મનુની પત્ની ગુજરી ગઈ એટલે એ બહુ ઉદાસ રહેવા લાગ્યો. હું એને મળવા ગયો એટલે છાતી પીટી પીટીને રોવા લાગ્યો. આપણને માન્યામાં ન આવે કે આવી વ્યક્તિ છાતી પીટીપીટીને કેમ રોઈ શકે ?
ટૂંઢતો હતો ભગવાન પર્યાય તારા નામનો
જોઈ મુખ મારી “મા” તણું મળી ગયો પર્યાય તારા નામનો.
એક વખત એક નગરના રાજાને વિચાર આવ્યો કે મારી પ્રજાનું હું કેટલું બધું ધ્યાન રાખું છું અને પ્રજા પણ મારાથી બહુ ખુશ છે. જયારે જયારે હું નગરમાં નીકળું છું ત્યારે ખમા-ખમા, વાહ વાહ આવા ઉદ્ગાર કાઢી મારું બહુ માન કરે છે. રાજાએ આ વાત મંત્રીને કરી કે લોકોમાં મારી કેટલી નામના છે. લોકો મને બહુ ચાહે છે.
કમ બોલો સચ બોલો જૂઠ કભી ભી મત બોલો
કમ બોલો સચ્ચ બોલો જૂઠ કભી ભી મત બોલો
બોલીમેં હી અમૃત હૈ બોલીમેં હી જહર ભરા
બોલી પ્રેમ બઢાતી હૈ મીઠા બોલકે દેખ જરા
ઐસી બોલી તુમ બોલો મનકા મેલ સભી ધો લો....કમ બોલો
સંસારમાં કોઈ ને કોઈ તમારી આગળ હોય યા કોઈને કોઈ તમારી પાછળ હોય. ચક્રમાં ઉભેલ દરેક વ્યક્તિની કોઈ આગળ હોય અગર તો કોઈ પાછળ હોય. આગળવાળાને જોઈને આપણને દુઃખ થાય આપણા કરતાં કોઈ આગળ છે અને પાછળવાળાને જોઈને હરખ થાય કે આપણે બીજા કરતાં આગળ છીએ.