૨ : ૨૦ - મિત્રો તથા સંબંધીઓ

મિત્રોને ઘણીબધી વાતો કરવાની ઇચ્છા થાય, પણ ઘણી વાતો કરવી કે ન કરવીના વિચારે એમ ને એમ ધરબાઇ જાય છે. આજ તો મને લાગ્યું કે કહેવું છે તો ચાલ આજે જ કહી દઉં, કાલની કોને ખબર છે.
કેડી ઉપર ચાલવાનું બંધ કરતા નહીં, નહીં તો આસ્તેઆસ્તે ભુંસાઇ જાય છે. મિત્રો અને સંબંધીઓને મળવાનું બંધ કરતા નહીં, નહીં તો આસ્તેઆસ્તે ભુલાઇ જાય છે.
જો મળવાનું હોય તો આજે જ મળી લો. મૃત્યુ પછી મળવા આવશો તો મને ક્યાં ખબર પડશે કે મળવા કોણ આવ્યું અને કોણ નહીં.
મિત્ર તરીકે મારી બધી ભૂલો માફ કરવી હોય તો આજે જ કરી દો, પછી મને ક્યાં ખબર પડશે કે કોણે મને માફ કર્યો અને કોણે નથી કર્યો.
મારા મૃત્યુ પછી મારાં વખાણ કરવા કરતાં અત્યારે મારી હયાતીમાં કરી લો, પછી મને ક્યાં ખબર પડશે કોણે વખાણ્યો ને કોણે નથી વખાણ્યો કેડી ભુંસાય એટલી રાહ ન જુઓ. મિત્રને મળવા પગ ઉપાડો વિચારો નહીં.