૨ : ૧૯ - જિંદગી પરછાઇ કેરી

આ જિંદગી પરછાઇ કેરી, બહુ સુંદર દેખાય છે
આગળ તો ક્યારેક પાછળ, વચ્ચે થોભી પણ જાય છે...

ક્યારેક હાર તો ક્યારેક જીત, જિંદગી રમત રમાડે છે
લાગે બહુ સારી, પણ આખિર ભૂલ ખવડાવે છે...

મનની આ માયાજાળ છે, મમત્વ કેરી કોટડી
ભલભલા અટવાઇ ગયા, આ ચાર રસ્તાની ચોકડી...

બહાર આવવા મથે, કાદવમાં ફસાતો જાય છે
છોડી રસ્તો સાચો, માનવી કેડીએ ચડી જાય છે...

મોહની મધલાળમાં ને લોભની લાલચે માનવી ચૂકી જાય છે
ખોટા અને સાચાની પરખ વચ્ચે બધું ભુલાઇ જાય છે...

ભાન ભૂલેલા સંસારીને, સપનાં સાચાં દેખાય છે
સમજાય છે જ્યારે, હાથમાંથી બધું સરી જાય છે...