ઉમ્ર મારી પૂછશો નહિ
જવાનીમાં જ હું જીવ્યો છું
સંઘર્ષ સાથે લડ્યો છું
કામયાબી પામ્યો છું
ગગન તો નાનું પડે છે
આશાઓ તો ઊંચી છે
સમયની બેડીએ બંધાયેલ છું
નહીં તો ઉડાન બહુ મોટી છે
પુરુષાર્થ મારું બળ છે
પ્રારબ્ધ મારું હળ છે
ખેતી પરિણામની કરું છું
સફળતા એ જ મારું ધન છે
દુઃખ દિલમાં લેતો નથી
સુખ મારો સાચો સાથી છે
અડચણ ક્યારેય આવતી નથી
પ્રભુ હંમેશાં સ્મરણ તારું છે....