૧ : ૧૦ - “સરસ વાત”

એક સંતે સરસ વાત કરી છે :

ખાવું હોય તો ગમ ખાજે 
પીવું હોય તો ક્રોધ પીજે 

બોલવું હોય તો શુભ શુભ બોલજે 
ઊઠવું હોય તો સંયમમાં ઊઠજે.

હસવું હોય તો કોઈના સુખમાં હસજે 
રડવું હોય તો બીજાના દુઃખમાં રડજે.

જીતવું હોય તો અહંકારને જીતજે
બનવું હોય તો અણગાર બનજે. 

ભૂલવું હોય તો ભૂતકાળને ભૂલજે.  
જીવવું હોય તો વર્તમાનમાં જીવજે.  

વિચારવું હોય તો ભવિષ્યનો વિચાર કરજે.