•  

    ૧: ૧૦૨ - “મારે પહોંચવાનું ત્યાં હતું જ્યાં હું હતો”

    આ વાત મારી નથી કે તમારી નથી. આ બુદ્ધની વાત છે. બુદ્ધને જયારે જ્ઞાન થયું ત્યારે લોકોએ પૂછ્યું આપ પહોંચી ગયા ?

  •  

    ૧: ૯૦ - “હું જાય તે પરમાત્મા થાય”

    રામકૃષ્ણ પરમહંસ હંમેશાં કહેતા હતા કે, એક વખત મીઠાનું પૂતળું સમુદ્ર કિનારે એક મેળામાં ફરવા ગયું. મેળામાં ફરતું હતું ત્યારે એક માણસે પૂછ્યું કે ભાઈ આ અથાગ સમુદ્રની ઉંડાઈ કેટલી હશે?

  •  

    ૧: ૯૧ - “મારી “મા”ના સંસ્કાર”

    એક ગુજરાતી અને પંજાબી બે ખાસ મિત્રો હતા. એક દિવસ બંને મિત્રો સમુદ્રકિનારે ફરવા નીકળ્યા. ફરતા ફરતા બંને વચ્ચે કંઈક બોલચાલ થઈ. બોલાચાલીમાંથી બંને વચ્ચે ઝઘડો થયો. એટલે પંજાબીને ગુસ્સામાં આવીને ગુજરાતીને થપ્પડ મારી દીધી

  •  

    ૧: ૯૨ - સુવિચાર

    • “સત્ય કહી શકાતું નથી અને કહી શકાય છે એ સત્ય હોતું નથી” સત્ય એક અહેસાસ છે. જેમ ફૂલની સુગંધ કહી ન શકાય પણ અહેસાસ છે.
  •  

    ૧: ૯૩ - “જેને માટે વિશ્વ એક મંદિર છે”

    પૂર્ણા નામનો એક બુદ્ધનો શિષ્ય હતો. એનો વિદ્યા–અભ્યાસ પૂરો થયો એટલે બુદ્ધને કહ્યું કે હું તમારો ઉપદેશ આપવા બિહારના સુખા નામનો પ્રદેશ છે. ત્યાં જવા માંગું છું, કારણ કે ત્યાં હજી સુધી કોઈ ગયું નથી.

    બુદ્ધે કહ્યું કે ત્યાંના લોકો બહુ ખરાબ છે. તને ગાલ ગલોચ કરશે તો તું શું કરીશ?

  •  

    ૧: ૯૪ - “એક અજનબી”

    ઘણાં વર્ષો પહેલાં “ઓશોની” એક બુક વાંચેલ. એમાં એક સુંદર દષ્ટાંત હતું કે એક વખત એક અજનબી રાજાના દરબારમાં આવ્યો. દરબારમાં રાજા સુંદર કપડાં પહેરીને સિંહાસન ઉપર બેઠા હતા.

  •  

    ૧: ૯૫ - “શ્વાસ તૂટ્યો સંબંધ છૂટ્યા”

    એક વખત એક યુવાન ફકીર પાસે આવ્યો ને ફકીરને કહ્યું કે મારે પણ તમારી જેમ સંસાર છોડી ફકીર બનવું છે. ફકીર બોલ્યો તો શું વિચાર કરે છે ? એક તકલીફ છે બાબા શું તકલીફ છે બોલ બચ્ચા.

  •  

    ૧: ૯૬ - ગીત

    તું સ્નેહ કા સાગર હે

    તેરી એક કૃપાકે પ્યાસે હમ.. તું સ્નેહ

  •  

    ૧: ૯૭ - “ને મૃત્યુ મરી ગયું”

    મૃત્યુ સાંભળતાં જ માણસનાં ગાત્ર ઢીલાં થઈ જાય છે. આપણને કોઈ જ્યોતિષી એમ કહે કે ભાઈ તમારું મૃત્યુ આજથી ત્રીસમે દિવસે થવાનું છે. તો સાંભળતા જ આપણે ખાલી કોથળા જેવા ઢીલા ઢસ થઈ જઈએ

  •  

    ૧: ૯૮ - “ત્રણ એક્કા”

    જૂગારીને રમતમાં ત્રણ એક્કા આવે તો છાતીસરસા ચાંપીને બેસી જાય છે. એ જાણે છે કે જીત મારી જ છે. પણ એ જાણતો નથી કે આખર હાર એની જ થાય છે.

  •  

    ૧: ૯૯ - “આકર નાહના જાકર નાહના બીચમેં દો ઘડી કા નાટક દેખકર જાના”

    બાળકને જ્યારે મેટર્નિટી હોમમાં જન્મ થાય છે ત્યારે આયા બાળકને નવરાવી-ધોવરાવી માના ખોળામાં મૂકે છે અને એ જ બાળક યુવા થાય છે અને છેલ્લે વૃદ્ધ થઈને એક દિવસ મૃત્યુને આધીન થાય છે

  •  

    ૧: ૧૦૦ - “કથા” સંવાદ

    એક વખત રમણ મહર્ષિના શિષ્ય રમણ મહર્ષિને પૂછ્યું, ગુરુદેવ જેમ નદી સમુદ્રમાં મળી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે તેમ મૃત્યુ પણ માણસને પોતાનું અસ્તિત્ત્વ ગુમાવી પુનઃજન્મમાંથી મુક્ત કરે છે કે નહિ ?

  •  

    ૧: ૧૦૧ - “ધર્મ રાજા”

    પાંચ પાંડવ અજ્ઞાતવાસમાં હતા ત્યારે ફરતા ફરતા થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ધર્મરાજને તરસ લાગી એટલે નાના સહદેવ અને નકુલને કીધું કે પાણી ભરી આવ.

  •  

    ૧: ૧૦૩ - “તને તોડતાં આવડે છે મને જોડતાં આવડે છે”

    એક વખત ભગવાન બુદ્ધ એક ગામથી બીજે ગામ વિહાર કરીને જતા હતા. વચ્ચે એક નાનું ગામ આવ્યું. એટલે ત્યાંના લોકોએ બુદ્ધને કહ્યું કે, તમે આ રસ્તે આગળ જતા નહીં, કારણ કે રસ્તામાં વચ્ચે એક નાનો પહાડ આવે છે અને એ પહાડ ઉપર અંગુલિમાલ નામનો હત્યારો રહે છે. આ હત્યારો ૯૯૯ હત્યા કરી ચૂક્યો છે. એક જ હત્યા બાકી છે. તો તમો એ રસ્તે જતા નહીં. નહીં તો એ તમારી હત્યા કરી નાખશે.

  •  

    ૧: ૧૧ - સુવિચાર

    • ચાહ ગઈ ચિંતા ગઈ મનવા હુઆ બેપરવાહ, જિસે કુછ ન ચાહીએ તો શહેનશાહ કા શહેનશાહ.
    • જ્ઞાની થવું સહેલું છે
  •  

    ૧: ૧૨ - શાયરી

    જ્યોત બૂઝાયા પછી કોડિયાને કોણ પૂછે છે?

    શ્વાસ તૂટ્યા પછી લાશને કોણ પૂછે છે ?

  •  

    ૧: ૧૩ - સંસાર-પાર

    એક યુવાન સંત આગળ જઈને પોતાની વ્યથા બતાવે છે. જીવનથી બહુ થાકી ગયો છું. કોઈ સાચો માર્ગ બતાવતું નથી. ઘણે ઘણે ફરી આવ્યો પણ ખરું સત્ય સાંપડતું નથી,

  •  

    ૧: ૧૪ - કાવ્ય

    ગુરુ તારા ગુણ મારે કઈ રીતે ગાવા

    ગુરુ તારા ગુણ મારે કઈ રીતે ગાવા

    મોટું નાનું ને વાતડી મોટી

    પગલી નાની ને પંથ છે લાંબો... ગુરુ તારા

  •  

    ૧: ૧૫ - “સંસારમાં મીઠામાં મીઠું શું?”

    એક વખત એક યુવાન સંતોના દર્શન માટે જાય છે. સંતને નમસ્કાર કરી પૂછે છે, ગુરુદેવ મને કંઈક ઉપદેશ આપો જે મારા જીવનમાં ઉપયોગી થાય.

  •  

    ૧: ૧૬ - કાવ્ય: “પાંચકડા”

    આજના યુગમાં આપણે હરીફાઈમાં એટલા બધા આગળ વધી ગયા છીએ કે આપણે ભગવાન સામે પણ હરીફાઈ કરવા તૈયાર થઈ જઈએ છીએ પણ ભગવાનની સામે છેલ્લે આપણી હાર જ થાય છે. કાળા માથાનો માનવી ભલે ગમે તેટલી મહેનત કરે પણ છેલ્લે તો એ હારવાનો જ છે. કદાચ ભગવાન એક બાળકની જીદ પૂરી કરવા થોડી વાર હા માં હા કરે પણ છેલ્લે એક દાવ એવો ખેલે છે કે માણસના હાથ નીચે પડે છે. પ્રભુ તો પાચકડાની રમત રમાડે છે. બસ આ ખેલ હવે કાવ્યના રૂપમાં રજૂ કરું છું.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC