૧: ૬૭ - સુવિચાર

  • સંસારમાં શ્રીમંત અને ગરીબ બંને ભિખારી છે.
    જેને આપણે ભિખારી કહીએ છીએ તે આપણી આગળ ભીખ માંગે છે. અને આપણે? આપણે ભગવાન પાસે ભીખ માંગીએ છીએ. ફેર એટલો કે ભિખારી આપણી આગળ હાથ લંબાવે છે, આપણે ભગવાન આગળ કોઈ ન જૂએ એમ હાથ લંબાવીએ છીએ.
  • ચાબુકનો માર ઘોડાની ગતિ વધારી દે છે. જ્યારે જીભનો માર બીજાના હૃદયની ધડકન વધારી દે છે.
  • સંસારમાં મા જેવું ક્ષત્ર નહિ
    અહિંસા જેવું શસ્ત્ર નહિ
    ગાયના દૂધ જેવું દૂધ નહિ
    ગુરુભક્તિ જેવી ભક્તિ નહિ
    પેટના ખાડા જેવો ખાડો નહિ
    વસંત જેવી ઋતુ નહિ
    શરદપૂનમ જેવી રાત નહિ
    સાગર જેવી ઊંડાઈ નહિ
    કોયલ જેવો ટહુકો નહિ
    કર્ણ જેવો દાનવીર નહિ
    હનુમાન જેવો ભક્ત નહિ.