૧: ૫૨ - કાવ્યઃ “મા”

ટૂંઢતો હતો ભગવાન પર્યાય તારા નામનો

જોઈ મુખ મારી “મા” તણું મળી ગયો પર્યાય તારા નામનો.

 

પર્યાય તો મને મળી ગયો પ્રભુ આજ તારો

કરું લાખ કોશિશ નથી મળતો પર્યાય મારી “મા” તણો.

 

ગોતી આવજે એકદિ પ્રભુ પર્યાય મારી મા તણો

મળે જો તને આભાર નહીં ભૂલે જિંદગીભર તારો

 

નહીં મળે આજે કે કાલે જવાબ તને મારા વ્હાલા

જે તું છે એ જ એ છે તું ગોતશે એને કયાં ભલા !