૧: ૫૬ - “સંસાર”

સંસારમાં કોઈ ને કોઈ તમારી આગળ હોય યા કોઈને કોઈ તમારી પાછળ હોય. ચક્રમાં ઉભેલ દરેક વ્યક્તિની કોઈ આગળ હોય અગર તો કોઈ પાછળ હોય. આગળવાળાને જોઈને આપણને દુઃખ થાય આપણા કરતાં કોઈ આગળ છે અને પાછળવાળાને જોઈને હરખ થાય કે આપણે બીજા કરતાં આગળ છીએ. બસ આનું નામ સંસાર અને આ ચક્રમાં જે ફસાય છે એ જીવનમાં પોતાનો આનંદ ગુમાવી દે છે. માણસ પાછળવાળાને જોઈને આનંદમાં હોય છે. ત્યાં જ તેનાથી આગળ ઊભેલાને જોઈને દુઃખી થાય છે. તમે ગમે તેટલા રૂપિયા કમાવ પણ કોઈને કોઈ તમારાથી આગળ રહેવાનું અને આ દોડ જ અસંતોષ તમારું મારણ બને છે. જીવનને તારણ બનાવવા માટે “અસંતોષ એ જ બધા દુઃખનું મૂળ છે.” આ બુદ્ધના વાક્યને જીવનમાં ઉતારી લઈએ તો જીવન ધન્ય બની જાય.