૧: ૫૫ - સુવિચાર

  • આસમાન સિતારોથી ચમકે છે
    ધરતી ફૂલોની મહેકથી મઘમઘ છે
    દિશાઓ હવાઓથી લહેરાય છે
    સાગર લહેરોથી (નાચે છે) શોભે છે.
  • શ્રીમંત અશાંતિમાં જીવે છે
    ગરીબ મોંઘવારીના મારથી જીવે છે
    નેતાઓ માલ સાચવવાની ચિંતામાં જીવે છે.
    અભિનેતાઓ હરીફાઈમાં જીવે છે
    સંતો પોતાની મસ્તીમાં જીવે છે.
  • અવ્યસનની વાતો ન સમજાવો
    વ્યસનની વ્યથા સમજાવો
    બ્રહ્મચર્યની વાતો ન કર
    અબ્રહ્મચર્યની બેડી સમજાવી
    અહિંસાની વાત ન કરો
    હિંસાનું દુઃખ સમજાવો.
  • બગીચાનો માળી પણ બોલતો નથી કે
    ઝાડ પડ્યું ને જગ્યા થઈ પણ
    આજનો યુવાન બોલે છે કે
    બાપા ગયા ને બેડરૂમ ખાલી થયો.
  • બાળક જેવો દેખાવ કરવો અને બાળક હોવું
    એ બે વચ્ચે જમીન આસમાનનો ફેર છે.
  • પહેરેલા કપડાંમાં તમારું મન ઢંકાયેલ દેખાય છે.
    ઉઘાડામાં તમારું મન ઉઘાડું થઈ જાય છે.