નીંદરડી આવી નહીંને
શમણાંઓ ઉમટી પડ્યાં.
વાદળીઓ ઘેરાણી નહીંને
મોરલા ટહુકી પડ્યા.
હજુ તો વન દેખાણું નહીંને
મૃગલા ઊછળી પડ્યા.
ગુરુએ સ્થાનક પગ મૂક્યો નહીંને
શ્રાવકો ઉમટી પડ્યા.