જેમ ઝાડને ડાળીઓ વગર સ્થિરતા આવવી મુશ્કેલ છે. ડાળીઓ સ્થિરતાનું કામ કરે છે. આમ સંપ્રદાય પણ ધર્મને સ્થિર રાખવા માટે ઉપયોગી છે. એને વખોડવાને બદલે પોઝીટીવ (હકારાત્મક) લો તો એ નુકસાનકારક નથી. કોઈ ડાળ ઝાડના મૂળને ભૂલી જાય છે ત્યારે તે સૂકાઈને પડી જાય છે એમ કોઈ નવો સંપ્રદાય કાળરૂપ છે. ડાળી બહાર નીકળતાં જ મૂળને તે ભૂલી જાય તો તે થોડા દિવસમાં સૂકાઈ જાય છે અને એક દિવસ ડાળ નીચે પડી જાય છે અને કોઈ પણ ડાળ જે ઝાડના મૂળને પકડી રાખે છે તો ત્યાંથી સત્ત્વ મેળવી કાયમ ટકી રહે છે અને તેમાં પાન લાગતાં વાર લાગતી નથી અને ફૂલની સુગંધ પણ થોડા સમયમાં બગીચામાં ફેલાઈ જાય છે તેમ નવા સંપ્રદાયની પણ સુગંધ સમાજમાં ફેલાતાં વાર લાગતી નથી. આજે આપણા જૈન સમાજમાં પણ મહાવીરના આ ધર્મમાં કેટલા કેટલા સંપ્રદાય છે પણ જયાં સુધી મહાવીરના આગમના મૂળને પકડી ચાલશે ત્યાં સુધી કશું જ નુકસાન નથી પણ જ્યારે મહાવીરના મૂળને ભૂલી જશે તે દિવસે સૂકાતાં વાર નહીં લાગે.