૧: ૯૨ - સુવિચાર

  • “સત્ય કહી શકાતું નથી અને કહી શકાય છે એ સત્ય હોતું નથી” સત્ય એક અહેસાસ છે. જેમ ફૂલની સુગંધ કહી ન શકાય પણ અહેસાસ છે.
  • સંસારમાં મા-બાપ ચાલતા શીખવાડે છે પણ ચાલવાનું તો બાળકને જ હોય છે. ગુરુ-શિષ્યને શીખડાવે છે પણ ચાલવાનું શિષ્ય જ હોય છે.
  • ગરીબી જેવો શાપ નથી
    જેવી વેદના નથી
    જેવો ડર નથી
  • એક સંત કહે છે કે –
    ઉપવાસ કરી ત્યાગ કરો છો અન્નનો આયંબીલ કરી ત્યાગ કરો છો સ્વાદનો
    એકાસણા કરી ત્યાગ કરો છો વધારે આહારનો
    પણ બધાથી મહાન છે અહંકારનો ત્યાગ.
  • સુખ એ શરીરની મસ્તી વધારે છે
    આનંદ એ આત્માની મસ્તી વધારે છે.
  • રવીન્દ્રનાથ ટાગોર કહેતા કે મૃત્યુ અને જન્મ વચ્ચે સમય કેટલો? મા પોતાના બાળકને એક થાન ઉપરથી બીજા સ્થાન ઉપર લઈ જાય એટલો. આટલી વારમાં બીજો જન્મ થઈ જાય છે.
  • સંસારમાં મીઠામાં મીઠું શું? – વખાણ બધાથી મીઠું. સંસારમાં કડવામાં કડવું શું? – મહેણું દુર્યોધને દ્રૌપદીને આંધળાના પુત્ર આંધળા ન કીધું હોત તો મહાભારત થાય નહીં. સંસારમાં ન સમજાય એવું શું? – માણસનું મન.