પૂર્ણા નામનો એક બુદ્ધનો શિષ્ય હતો. એનો વિદ્યા–અભ્યાસ પૂરો થયો એટલે બુદ્ધને કહ્યું કે હું તમારો ઉપદેશ આપવા બિહારના સુખા નામનો પ્રદેશ છે. ત્યાં જવા માંગું છું, કારણ કે ત્યાં હજી સુધી કોઈ ગયું નથી.
બુદ્ધે કહ્યું કે ત્યાંના લોકો બહુ ખરાબ છે. તને ગાલ ગલોચ કરશે તો તું શું કરીશ?
પૂર્ણા બોલ્યો – હું તેનો આભાર માનીશ કે મને મારતા તો નથી ને.
ફરી બુદ્ધે કહ્યું કે સમજ કે એ તને મારશે તો તું શું કરીશ ?
તો પણ હું એનો આભાર માનીશ કે એ મને મારી તો નથી નાખતા
ધાર કે એ તને મારી નાખશે તો તું શું કરીશ?
તો પણ પૂર્ણ બોલ્યો કે હું તેનો આભાર માનીશ કે એવી જિંદગીથી મુક્ત કર્યો જેમાં ભૂલ થઈ શકે છે. કે
બુદ્ધ જવાબ સાંભળી તુરત બોલ્યા –
“તથાસ્તુ” પૂર્ણા તું જા મારા તને આશીર્વાદ છે. દુનિયાના કોઈપણ ખૂણામાં તું જઈ શકે છે, કારણ કે હૃદયમાં એટલી શુભ-ભાવના છે કે આખું વિશ્વ તારા માટે એક મંદિરથી પણ વિશેષ છે.