•  

    ૨ : ૧૩૭ - સમય

    જિંદગીની સમયની પગદંડી પર ચાલતોચાલતો,
    ન જાણે હંમેશાં હું પાછળ અને એ આગળ સરકતો ગયો,
    જીવનની હર મંજિલમાં એ આગળ ને આગળ ચાલ્યો,
    હું જેટલો દોડતો ગયો પણ એ હાથતાળી આપતો ગયો.

  •  

    ૨ : ૧૩૮ - શ્રદ્ધાંજલિ

    ‘‘અંજલિ’’ આપતાં હૈયું તૂટે છે
    શ્રદ્ધાંજલિ આપતાં કલમ ધ્રૂજે છે
    પુષ્પાંજલિ આપતાં શબ્દો ખૂટે છે
    તમારું જીવન અમને જિવાડી ગયું
    તમારું મૃત્યુ અમને જગાડી ગયું.’’

  •  

    ૨ : ૧૩૯ - સુવિચાર

    ઓશો હંમેશાં કહેતા કે
    પ્રેમ તરવા જેવો છે, ઊતરો નદીમાં
    અને વિચારો ક્યારેય મોડું નથી
    થયું.

  •  

    ૨ : ૧૪૦ - કન્ફૂસિયસ

    કન્ફૂસિયસનો એક શિષ્ય હતો જેનું નામ હતું મેનેસિયસ.
    આ શિષ્ય મોટો તત્ત્વચિંતક હતો. હંમેશાં બધાને કહેતો કે
    તમારે તમારા લક્ષ સુધી પહોંચવું હોય તો દોડશો નહીં.

  •  

    ૨ : ૧૪૧ - સંતસમાગમ જેવો સમાગમ નહીં, સત્સંગ જેવો રંગ નહીં

    પાપ અને પુણ્યની વાત કરીએ ત્યારે આપણને
    ઇતિહાસમાં એવાએવા દાખલા જોવા મળે છે, જે ક્ષણભરમાં
    મહાપરિવર્તન થયા હોય.

  •  

    ૨ : ૧૪૨ - સમર્પણ

    કથાઓ આપણે અલગઅલગ પત્રિકાઓમાં, પેપરમાં
    અને ધર્મગ્રંથોમાં વાંચીએ છીએ. કદાચ આ કથાઓ સાચી
    હોય કે ન હોય, પણ જે આપણા જીવનનો ‘‘થાક ઉતારી
    દે તે કથા.’’

  •  

    ૨ : ૧૪૩ - સુવિચાર

    ના વાટ ખૂટી ના તેલ ખૂટ્યું,
    હવાના એક ઝોકાએ જ્યોત બૂઝી.
    સંબંધોના સરવાળા થોડી વારમાં જાણે,
    બની ગયા બાદબાકી કટાણે.

  •  

    ૨ : ૧૪૪ - મૂર્ખ બેટ

    એક ગામમાં એક ધનવાન રહેતો હતો.
    ધનવાનને બે પુત્ર. બન્ને પુત્રો મૂરખ જેવા. ભણવા જાય
    પણ ભણવામાં કંઈ ભલીવાર નહીં. પિતાએ નક્કી કર્યું કે
    આ બન્નેને ભણાવીને કંઈ ફાયદો નથી. ચાલ દુકાને
    બેસાડી દઉં અને લગ્ન કરાવી ઠેકાણે પાડી દઉં.

  •  

    ૨ : ૧૪૫ - સુવિચાર

    ‘‘જો હુઆ વો ભી અચ્છા હુઆ
    જો હો રહા હૈ વો ભી અચ્છા હી હો રહા હૈ
    જો હોગા વો ભી અચ્છા હી હોગા

  •  

    ૨ : ૧૪૬ - લોભને થોભ ન હોય

    સાહિત્ય જગતમાં જેનું નામ ઉચ્ચ સ્થાન પર છે એવા
    ટૉલ્સટૉયની વાર્તા વાંચવાનો મોકા મળે તો ચૂકતા નહીં.
    માત્ર વાર્તા વાંચવા કરતાં પણ જીવનમાં ઉતારવાનું ન
    ભુલાય એવી અત્યારના યુગને સ્પર્શે એવી એક કથા છે.

  •  

    ૨ : ૧૪૭ - શાયરી

    ઈન્સાન બનકર ઈસ જગ મેં આયા,
    ઈન્સાનિયત કો હી મૈં ભૂલ ગયા.
    દોલત કે નશે મેં પ્રભુ તેરે કો હી ભૂલ ગયા,
    તૂંને મોકા દિયા, મૈં ખુદ કો હી ભૂલ ગયા.

  •  

    ૨ : ૧૪૮ - સુવિચાર

    ‘‘તૂફાનોસે ડરતે નહીં, ક્યોંકા ઝૂકના શીખ ગયે હૈ હમ
    અંધેરે સે ડરતે નહીં, ક્યોંકી જ્ઞાનકી રોશની પાઈ હમ
    અધર્મીસે ડરતે નહીં, ક્યોંકી મહાવીરકા ધર્મ પાયા હમ
    મોતસે ડરતે નહીં, ક્યોંકી કફન બાંધકે નીકલે હમ.’’

  •  

    ૨ : ૧૪૯ - કઠિયારણની શ્રદ્ધા

    જૂના જમાનાની આ વાત છે. એક નદીના કિનારે નાનું
    એવું ગામ અને ગામની બહેનો બળતણ માટે દરરોજ
    બપોરના નદીને બીજે કાંઠે જંગલમાં લાકડાં કાપવા જાય
    અને સાંજે ગીતો ગાતીગાતી પાછી ફરે. નદીમાં પગ ડૂબે
    એટલું જ પાણી હોય. કોઈક વાર ચોમાસામાં વરસાદ પડે
    ત્યારે છાતી સુધી પાણી આવી જાય.

  •  

    ૨ : ૧૫૦ - પુરુષાર્થ એ જ લક્ષ

    નહીં કામ મારું ઝાડ પર બેસી ગીત ગાવાનું
    છે કામ આસમાનમાં ઊડી કુદરતની કલા નીરખવાનું
    પુરુષાર્થ કેરી પાંખો પ્રસારી જીવનભર ખૂબ માણ્યું

  •  

    ૨ : ૧૫૧ - સમય

    ‘‘સમય’’ એ એક અજીબ વસ્તુ હોય એમ લાગ્યા વગર
    રહે નહીં. હું હજુ વિચાર કરતો હતો કે મારે કંઈક ‘‘સમય’’
    પર લખવું છે. જ્યાં વિચાર કર્યો ને વિચારું ત્યાં તો
    ‘‘સમય’’ ચાલ્યો ગયો. જે સમયે હું કંઈક વિચરવા માગતો
    હતો.

  •  

    ૨ : ૧૫૨ - વાંચવા જેવું

    અર્જુને કૃષ્ણને કહ્યું, ‘‘હે કેશવ, મને મોહ, માયા,
    લોભ, ઈર્ષ્યા એવા બધા ખરાબ ભાવ વિશે સમજાવો.’’

  •  

    ૨ : ૧૫૩ - સુવિચાર

    ‘‘ચમન રહેંગે તો ફૂલ ખીલતે રહેંગે,
    હમ રહેંગે તો મીલતે રહેંગે.’’

  •  

    ૨ : ૧૫૪ - જીવન જીવવાની કળા

    આજનો બાળક અભ્યાસના ભારથી દબાયેલ છે. યુવાન
    વર્ગ નોકરી અને કામધંધાના ટેન્શનમાં જીવે છે.

  •  

    ૨ : ૧૫૫ - સુવિચાર

    ‘‘સફળતા અને સરળતા જ્યાં સાથે જોવા મળે એ
    વ્યક્તિને એકવાર ખરા હૃદયથી નમન કરજો.’’

  •  

    ૨ : ૧૫૬ - સકારાત્મક ચિત્ત

    એક જૂના જમાનાની વાત છે.
    એક સુથાર લાકડાનો પોપટ બનાવતો હતો. છેલ્લે
    પોપટની ચાંચ બનાવતાબનાવતા ચાંચ ટૂટી ગઈ, એટલે
    અફસોસ ન કરતા મનમાં વિચારે છે કે, જે થવાનું હતું તે
    થઈ ગયું. તુરત બીજું લાકડું લઈને પોપટ બનાવવા લાગી
    ગયો.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC