‘‘તૂફાનોસે ડરતે નહીં, ક્યોંકા ઝૂકના શીખ ગયે હૈ હમ
અંધેરે સે ડરતે નહીં, ક્યોંકી જ્ઞાનકી રોશની પાઈ હમ
અધર્મીસે ડરતે નહીં, ક્યોંકી મહાવીરકા ધર્મ પાયા હમ
મોતસે ડરતે નહીં, ક્યોંકી કફન બાંધકે નીકલે હમ.’’
‘‘હૃદય તો દે દિયા તૂને ખુદા હમે,
આંસુ કે દો બુંદ આંખ મેં આયા નહીં હમે.’’
‘‘મારા શબ્દો તમારા શબ્દો
દુનિયાના મહાનુભાવોના શબ્દો
લગાવી દીધા કુંભારના ચાકડા પર
ગોઠવાઈ ગયા બધા એક લાઈન પર
બની લેખ અને કાવ્ય લખાઈ ગયા કાગળ પર.’’
‘‘સોના કેરા ઘાટ ઘડી ઘરેણાં ઘણાં ઘડ્યાં
માટી કેરા ઘાટમાં માટલા ઘડીઘડી થાકી ગયા
હવે ઘડવા બેઠો શબ્દો કેર ા ઘાટ આજે
ન તૂટે કે ન થાય જૂના આ ઘાટ આજે કે કાલે.’’
સંત કબીર એમના આ બીજકમાં બે વાત કરે છેઃ
એક તો માણસ હજી ઇશ્વરનો ભેદ કળી શક્યો નથી. એણે
તો એના પુરુષાર્થ પર શ્રદ્ધા રાખવી જોઇએ. બીજું એ કે
તમે ગમે તેટલા પ્રસિદ્ધ હો, કીર્તિવાન હો, બુદ્ધિ અને
બળનું સામર્થ્ય ધરાવતા હો, તેમ છતાં એનાથી તમે
જીવનમુક્તિ પામતા નથી.