૨ : ૧૫૦ - પુરુષાર્થ એ જ લક્ષ

નહીં કામ મારું ઝાડ પર બેસી ગીત ગાવાનું
છે કામ આસમાનમાં ઊડી કુદરતની કલા નીરખવાનું
પુરુષાર્થ કેરી પાંખો પ્રસારી જીવનભર ખૂબ માણ્યું
દૂરદૂર જોવાનું ને માણવાનું સપનું સાકાર પામ્યું
ઈચ્છાઓને આંખમાં ભરી પાંખો ફેલાવે છે જે માનવી
આજ નહીં તો કાલ તેની ઈચ્છાઓ પૂરી થાય છે જાણવી
જે થવાનું હશે તે થશે એમ માની સૂતું જે રહ્યું
ભાગ્ય પણ હાથતાળી આપી દૂરદૂર જતું રહ્યું
ભાગ્યને દોષ દેવાનું ટાળી પુરુષાર્થનો પગ ઉપાડો
કાળા માથાનો માનવી શું ન કરી શકે મનમાં જગાડો
જ્યારે આશા કેરી જ્યોત જલે માનવીના હૃદયમાં
હિમાલય પણ બની જાય છે એક ટેકરી એની રાહમાં.