૨ : ૧૩૭ - સમય

જિંદગીની સમયની પગદંડી પર ચાલતોચાલતો,
ન જાણે હંમેશાં હું પાછળ અને એ આગળ સરકતો ગયો,
જીવનની હર મંજિલમાં એ આગળ ને આગળ ચાલ્યો,
હું જેટલો દોડતો ગયો પણ એ હાથતાળી આપતો ગયો.
જગતની આ ચાલતી ઘટમાળમાં જે જાગીને જુએ છે,
સમય તો હર પળે હર ઘડીએ નવો થઇ ભાગતો જાય છે.
ન ‘‘સમય’’ સાથ રહે કદાપિ, ન રહે કાદપિ જીવન
ચાલ જ એવી એની જે રાખે બધાને પીછવાડી
વાંક આપણો જ એવો કે કરીએ મથામણ પકડવાની
ભૂલ જ્યારે સમજાય, છોડી દેજો ચાલ સાથે ચાલવાની
બહુ ઉધામા ર્ક્યા, ‘‘સમય’’ ને મુઠ્ઠીમાં પકડવાના
સરકી જાય એ તો જેમ પારાને મુઠ્ઠીમાં પકડતા
વહેતાં વહેણના પાણી મહીં પગ મૂકતા કોઇ બોલે
બોલે જ્યાં પગ મૂક્યો ત્યાં તો વહેણ આગળ સરકી જાય છે
વાંક આપણો જ, કરીએ કોશિશ પકડવાની ખોટી દોડમાં
પકડવાની ખોટી લાયમાં, ગુમાવીએ છીએ આવેલું હાથમાં
આ તો નાસમજની વાત છે, દોડતો રહ્યો જગતની દોડમાં
આંખ ખોલતાં લાગ્યું, હતું બધું હાથમાં, દોડ્યો બહારમાં
ભગવાન બુદ્ધ અને મહાવીર પણ દોડ્યા કંઇક પામવાને
આખિર એ પણ બોલ્યા ઊભા હતા ત્યાં જ્યાં પહોંચવું હતું
અમારે