ઓશો હંમેશાં કહેતા કે
પ્રેમ તરવા જેવો છે, ઊતરો નદીમાં
અને વિચારો ક્યારેય મોડું નથી
થયું. છેલ્લી ક્ષણ સુધી, જ્યાં સુધી છેલ્લો
શ્વાસ ચાલે છે, ત્યાં સુધી પણ પ્રેમ થઇ શકે છે.
હાથ-પગ પંગુ થઇ ગયા હોય,
પથારીવશ થઇ ગયા હો,
છેલ્લો શ્વાસ ચાલી રહ્યો હોય,
આંખ ખોલીને તમે પ્રેમથી જોઇ
તો શકો છો કોઇની તરફ. તેમાં જ
પ્રેમ પેદા થઇ જશે.
સત્તાના નશામાં ચકચૂર શાહજાદાઓ
કાળ રાત્રિ કેરો પાછળ છુપાઇને ઊભો છે
કંઇ હોમાઇ ગયા મોતની કાલિમા મહીં
શું હજુ વિચારે છે અભિમાનની આડ મહીં
હજુ છે જાગવાનો સમય સૂર્યાસ્ત પહેલાં
જવાનું નક્કી છે થાય વિદાય મોડા કે વહેલા
સમજદારોને ઇશોરો કાફી છે, જ્ઞાનીઓનો
સુધરી જાઓ પહેલા, નીકળે જનાજો તમારો કે મારો.
જ્યારે સંસારની સઘળી ઇચ્છાઓ, વાસનાઓ અને
અપેક્ષાઓ મરી જાય છે ત્યારે જ જીવનમુક્તિનું પ્રભાગ
ઊગે છે.