૨ : ૮૦ - શાયરી

મશગૂલ હતો સંસારના જામ પીવામાં
ગ્લાસ છૂટ્યો હાથથી અને બધું ઢોળાયું પલકમાં
સમયના વહેણમાં વર્ષો વીતી ગયાં
આવ્યો ધરતીકંપ ને વહેણો બદલાઇ ગયાં
જાણે હતું ન હતું થઇ ગયું બધું પલકમાં
બાજી આખી બદલાઇ ગઇ મિનિટોમાં
બપોર વિતાવી સાંજ સાથે ઊભા’તા
સાથ આપવાનો કૉલ આપી અકેલા ચાલ્યા ગયા
વાંક ન હતો તમારો કે મારો પ્રિયા
આપણા જ ૠણાનુબંધે આપણને કર્યા જુદા