મારા શબ્દો તમારા શબ્દો દુનિયાના શબ્દો
લગાવ્યા કુંભારના ચાકડા પર ફરે ગોળગોળ
ફરતાંફરતાં બની ગયા કોઇ કાવ્ય કોઇ લેખ
કુંભાર જેવા, કલાકાર સંતોએ મારી મેખ
જેમ કોઇને ગમે ઘડો ને કોઇને ગમે માટલું
બધા જ છે ગુણકારી મારે કહેવું આજ આટલું
સોના કેરા ઘાટ ઘડી ઘરેણાં ઘણાં ઘડ્યાં
માટી કેરા ઘાટ ઘડીઘડી બહુ હવે થાક્યા
હવે તો ઘડવા ઘાટ એવા ન તૂટે ન થાય જૂના
જગત બદલે જમાનો બદલે રહે નવા ને નવા