૧: ૨૬ - શ્રદ્ધા (શાયરી)

નથી મારી શ્રદ્ધા મૃગજળ જેવી

કે વાદળનું અંધારું મીટાવી શકે

નથી મારી શ્રદ્ધા સૂકા ઘાસ જેવી

કે સૂર્યનું કિરણ બાળી શકે નથી

મારી શ્રદ્ધા પાણીના પરપોટા જેવી

ફૂંક મારી કોઈ ફોડી શકે નથી

મારી શ્રદ્ધા કાચી માટીના ઘડા જેવી કે

ઠેસ મારી કોઈ તોડી શકે.

જે ભીંજાય છે ગુરુની આશિષથી

જે ડોલે છે હૃદયના ઉમળકાથી

છે મારી શ્રદ્ધા હિમાલયના પહાડ જેવી

જે અડગ ઊભી છે અનેક ઝંઝાવતો સામે.

છે મારી શ્રદ્ધા નદીના પૂર જેવી

જે લઈ જાય છે કચરો સમંદરના પાણી સુધી.

છે મારી શ્રદ્ધા ચંદ્રના પ્રકાશ જેવી

જે આપે છે ઠંડક મને ને જોનારને સમંદરની હવા જેવી

છે મારી શ્રદ્ધા મહાવીર તારા દેહ જેવી

રહી “દિગમ્બર” લાગે અમ્બર જેવી.