મારું જ લખેલું ક્યારેક મને જ બહુ ગમે છે
હૃદયના મારા જ ભાવો શબ્દોમાં ઊતરે છે...
ક્યારેક યાદ કરું છું પ્રસંગો જીવનના ઇતિહાસના
ન જાણે કેટકેટલાંય રહી ગયાં પાનાં અધૂરાં અરમાનોનાં...
જીવન કેરી દોડધામમાં ન જાણે કેટકેટલું ભૂલાઇ ગયું
પોતાના હાથે જ મૂકેલ, જાણે પોતાથી જ ભૂલાઇ ગયું...
ભૂગોળ કેરી આ જિંદગી સીમાઓથી બંધાયેલ દેખાય છે
ભલે લાખ કોશિશ કરીએ છૂટવાનો અવકાશ ઓછો દેખાય છે...
કાળ તો પોતાના પ્રવાહમાં હંમેશાં વહેતો રહે છે
હરઘડી, હરપળ કંઇક આશ્વાસન દેતો દૂર સરકતો રહે છે...
શું સાચું અને શું ખોટું, સમજતા વક્ત વીતી જાય છે
જિંદગીના ‘‘ઇતિહાસનાં પાનાં’’ કોરાં ને કોરાં રહી જાય છે.