૨ : ૭૯ -કાવ્ય

જીવનની ઝરમરને કલમની સાહીથી લખી છે
માનવજીવનની અવનવી વાતોને અહીં રંગી છે
ઇન્દ્રધનુષ્યના રંગો ભલે ના પૂરી શકું
અવનવા અનુભવોના રંગોને મિલાવી તો શકું
માટીના પૂતળા ના કર તું એટલું ગુમાન
કંચન જેવી કાયા લાગે, આજ છે તું યુવાન....માટીના
જોઇ પાનખર કરી લે એકવાર વિચાર
યુવાની ઢળતા વાર નહીં, ગાત્રો થશે બેહાલ....માટીના
કરમ બાંધતાં પહેલાં રહેજે તું બહુ સજાગ
રોતા પણ નહીં છૂટે ન સમજ આ છે મજાક....માટીના