૨ : ૮૭ - સુવિચાર

‘‘જિંદગીની જ્યોત બુઝાતા વાર નહીં
લાખોની લક્ષ્મી લૂંટાતા વાર નહીં
સ્નેહીઓના સ્નેહ સૂકાતા વાર નહીં
કાયાના કમળ કરમાતા વાર નહીં.’’
‘‘કોઇ બીના ધનદુઃખી છે, કોઇ રોગથી દુઃખી
છે કોઇ પત્નીવિરહથી દુઃખી તો છે કોઇ પુત્રવિહોણા દુઃખી.’’
‘‘જગત આખું ભર્યું છે દુઃખના દુઃખથી દુઃખી
કરી લે બે ઘડી પ્રભુસ્મરણ થશે સુખી હી સુખી.’’
‘‘નારકી દુઃખમાં દીન છે
તિર્યંચ વિવેકહીન છે
દેવતા સુખમાં લીન છે
મીનવી તું જ સર્વથી ભિન્ન છે.’’
‘‘વિદાયને શબ્દોમાં સમાવી શકતા નથી
આંખની પાંપણમાં છૂપા રહી શકતા નથી.’’