૨ : ૮૬ - સુવિચાર

‘‘બસંત કો કભી આનેકી એલાન નહીં કરની પડતી
ફૂલો કો કભી અપની ખુશ્બોકી જાહેરાત નહીં કરની પડતી
સંતોકો કભી અપની પહેચાન નહીં દેની પડતી
સચ્ચે ઊભરકર આ જાતે હૈ જુઠ્ઠે સમયમેં બહ જાતે હૈ.’’
‘‘માત્ર માણસ જ રડતાંરડતાં જન્મે છે,
ફરિયાદ કરતાંકરતાં જીવે છે, નિરાશામાં મરે છે.’’
‘‘દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેનો પુત્ર શ્રવણ બને,
પણ દરેક પત્ની ઇચ્છતી નથી કે તેનો પતિ શ્રવણ બને.’’
‘‘છબી હોય તો ટાંગી દઉં આજ ફ્રેમ મહીં,
આ છે શ્રદ્ધા કેરી તસવીર મઢું એને મન મહીં.’’
‘‘જિંદગી આ પાણીના પરપોટા જેવી ન જાણે ક્યારે ફૂટી
જાય,
કોણ જાણે આ જીવનનો તાર ક્યારે તૂટી જાય.
ભિક્ષામાં માન અને આદરના ભાવ છે. ભીખમાં દયાના
ભાવ છે.
ભિક્ષુ પુણ્યના ઉદયથી બનાય છે, ભિખારી પાપના ઉદયથી
બનાય છે.