૨ : ૮૪ - કથા રામ-લક્ષ્મણની

સીતાના હરણ પછી રામ અને લક્ષ્મણ સીતાને ગોતવા
નીકળી પડ્યા. રસ્તામાં સીતાનાં કાનનાં ઝૂમખાં દેખાયાં,
એટલે રામે લક્ષ્મણને પૂછ્યું કે, ભાઇ! આ તો સીતાનાં
કાનનાં ઝૂમખાં લાગે છે, તને શું લાગે છે?
મને ખબર નથી, લક્ષ્મણે જવાબ આપ્યો.
ત્યાં થોડા આગળ જતા સીતાના હાથનાં કંગન દેખાણાં,
એટલે ફરી રામે લક્ષ્મણને પૂછ્યુુંં કે, ભાઇ! આ તો
સીતાનાં જ કંગન લાગે છે, તને શું લાગે છે?
મને ખબર નથી, લક્ષ્મણે જવાબ આપ્યો.
વળી આગળ જતા સીતાના પગનાં ઝાંઝર દેખાયા,
એટલે ફરી રામે લક્ષ્મણને પૂછ્યું કે, ભાઇ લક્ષ્મણ! આ
તો સીતાના જ લાગે છે ને? હા ભાઇ! આ સીતામાતાના
જ છે. લક્ષ્મણે ઉત્તર આપ્યો.
અત્યાર સુધી તેં બધામાં ના કહી અને હવે પગનાં
ઝાંઝરમાં હા કીધી, એમ કેમ? લક્ષ્મણે કહ્યું કે, ભાઇ! મેં
સીતામાતાના માત્ર હંમેશાં પગનાં જ દર્શન ર્ક્યાં છે. મેં
કદી કાન કે હાથ પર મીટ માંડી જોયું પણ નથી. આ છે
સાચા સંયમનો માર્ગ.