સંસારમાં કોઇ બે વસ્તુ સરખી હોતી નથી, પણ
આજનો માનવી બીજા કરતાં વધારે સારો દેખાવા માટે,
બીજા કરતાં વધારે હોશિયાર બનવા માટે ન જાણે કેટકેટલી
મથામણ કરે છે, પણ આ કાળા માથાનો માનવી એટલું
જાણતો નથી કે કુદરત કોઇ પણ બે વસ્તુ સરખી
બનાવતી નથી. ઝાડનાં પાન જુઓ. એક જ ઝાડમાં
હજાશે પાન છે, છતાંય, કોઇ બે સરખાં પાન નહીં દેખાય.
ઝાડનાં પાન કાપીને જોજો, તો ખબર પડશે કે બન્નેમાં
ક્યાંક તો ફેર જરૂર હશે.
બસ આમ જ માણસમાં પણ કોઇ બુદ્ધિશાળી છે તો
કોઇ ઓછો બુદ્ધિમાન છે, કોઇ બુદ્ધિનો સાગર છે. આમ
દરેક એકબીજાથી અલગઅલગ જ હોય છે. શ્રીમંતાઇમાં
પણ દરેક સરખા હોતા નથી. કોઇ વધારે પૈસાપાત્ર તો
કોઇ ઓછા! આમ દરેક સરખા નથી હોતા. એમ છતાં
આપણે એકબીજાથી આગળ નીકળવાની હોડમાં રાતદિ
વસ મથામણ કરી હાડકાં ગાળી નાખીએ છીએ અને
એક દિવસ સ્મશાનની રાખમાં ભળી જઇએ છીએ.
આ બધું આપણે સગી આંખે જોઇએ છીએ, પણ
જાગતા નથી, કારણ, આમાં ક્યાંક આપણો અહંકાર નડે
છે, ક્યાંક આપણો મોહ નડે છે તો ક્યાંક આપણો લોભ
નડે છે. બસ આના કારણે આપણે સત્યથી અળગા થતાં
જઇએ છીએ અને આથી જ સંસાર આપણને દુઃખથી
ભરેલો લાગે છે. દુઃખ તો આપણે પોતે જ ઊભું કરેલ છે.
સત્યને આપણે ક્યારેય જાણવાની કોશિશ કરી નથી. આપણે આપણી શક્તિ જાણ્યા વગર દોડતા રહ્યા છીએ
અને પરિણામે ભાંગી પડીએ છીએ, પછી આપણે ઇશ્વરને
ભાંડતા ફરીએ છીએ કે, હે પ્રભુ! તેં મને જ દુઃખ આપ્યું.
મેં શું પાપ ર્ક્યાં હતાં! આવાઆવા શબ્દો વાપરી આપણે
ખરેખર તો આપણી જાતને છેતરીએ છીએ.
જરા નજર બદલવાની જરૂર છે. ઘરમાં સમજો, સમાજમાં
સમજો, વ્યવહારમાં બધે ક્યાંક ને ક્યાંક મનદુઃખ થવાનું
છે, પણ આ મનદુઃખને મનમાં ન લેતા જતું કરવાની
ભાવના કેળવવાથી જીવન આખું પલટાઇ જાય છે.
સાથેસાથે બીજાના સુખમાં ઇર્ષા ન કરતા અને બીજાના
દુઃખમાં દિલાસો આપવાની ભાવના રાખતા આપણું સુખ
વધી જાય છે અને દુઃખ અલ્પ થઇ જાય છે. આ જ સાચું
સત્ય છે. શાસ્ત્ર વાંચો કે ન વાંચો, બધો નીચોડ
આ જ છે.