૨ : ૬૧ - ગુરુ

કોઇ પણ ધર્મના ધર્મગુરુ જે પ્રેમથી ભરેલ છે, જેનો
સ્વભાવ પ્રેમપૂર્ણ છે, આપણે તેની લાખ અવગણના
કરીએ તોપણ એ આપણને પ્રેમ જ આપે, કારણકે એ
એની મજબૂરી છે, સમજો એનો સ્વભાવ છે. બુદ્ધ હોય,
મહાવીર હોય, જિસસ હોય કે પછી મહમદ હોય, જેમ કોઇ
ફળથી લદબદતા ઝાડ પર પથ્થર ફેંકતાં ઝાડ આપણને શું
આપે? ફળ જ આપે ને! કોઇ વહેતા પાણીમાં પાણી
ભરવા માટે ઘડો નાખે ત્યારે વહેતા પાણીનું ઝરણું વિચારે
કે આ ઘડો તો માટીનો છે, બહુ ગંદો છે, કે પછી
લોખંડનો છે, કે પછી સોનાનો છે એ વિચારે નહીં. એ તો
હસતાહસતા પાણી ભરવા દે, કારણ આપવું એ એની
મજબૂરી છે, સ્વભાવ છે. આજે સમાજમાં આવા ઘણા
સંતો અને સાધુ છે, જે આપવા માટે વિવશ છે. જરૂર છે
આપણે લેવા તૈયાર રહેવાની.
આજ આટલું બસ