૨ : ૪૯ - આગમ

આગમ વાંચવા સહેલા છે
આગમ પ્રમાણે ચાલવું મુશ્કેલ છે
મહાવીર મહાવીર બોલવું સહેલું છે
મહાવીર બનવું મુશ્કેલ છે.
શિષ્ય બનાવવા સહેલા છે
ગૌશાલક જેવા શિષ્યને સાથે રાખવા મુશ્કેલ છે.
ક્ષમાની વાતો કરવી બહુ સહેલી છે
ચંહકૌશિકને ‘‘બુઝબુઝ’’ કહેવું મુશ્કેલ છે.
શૂરવીર થવું સહેલું છે
મહાવીર થવું મુશ્કેલ છે
ગુરુ બનવું બહુ સહેલું છે
ગૌતમ જેવા શિષ્ય બનવું મુશ્કેલ છે.
મહાવીરની નિર્વસ્ત્રતા બહુ ગમે
ખુદ નિર્વસ્ત્ર બનવું મુશ્કેલ છે.
મહાવીરની જેમ સંસાર છોડી શકો
સંસાર પ્રત્યેનો મોહ છોડવો મુશ્કેલ છે.