૨ : ૪૭ - સુવિચાર

‘‘સમાજનું દુર્જનોએ જેટલું અહિત નથી ર્ક્યું,
એના કરતાં સજ્જનોએ વધારે અહિત ર્ક્યું છે,
આનુ કારણ દુર્જનની સક્રિયતા અને
સજ્જનોની નિષ્ક્રિયતા.’’
‘‘નથી આ કાવ્ય કે નથી આ શાયરી,
બધા શબ્દોના શણગાર છે,
જે સમજવું હોય તે સમજજો,
આ મારા હૃદયના ઉદ્‌ગાર છે.’’
અંગૂઠા ને આંગળ વચ્ચે પક્ડી રાખી પેન
લખવા બેઠો લેખ આ બધી ઇશ્વર તારી દેન
પિતા ખંભો છે, માતા ખોળો છે
પિતા છત્ર છે, માતા છાંયો છે
પિતા પર્વતનું ધૈર્ય છે, માતા ઝરણાનું વાત્સલ્ય છે
પિતા કલ્પવૃક્ષ છે, માતા કલ્પવેલી છે
પિતા ભગવાન છે, માતા ભગવતી છે
‘‘ઘરસંસારનાં અનેક દુઃખોમાં જીવું છું,
તાણ અને તૃષ્ણા મહીં જીવન જીવું છું
અંદરથી હજુ એ નો એ બદમાશ બની જીવું છું.’’
‘‘લાંબા જીવન જીવવા માટે ‘‘સુખી જીવનનું સૂત્ર’’
‘‘ચિંતા ઓછી કરો, ખેલો, કૂદો, વધો,
પગથી ચાલો, વાહનનો ઉપયોગ ઓછો કરો.
હસો વધુ, ખાવ ઓછું, પચાવો વધુ,
આરામ ઓછો કરો, કામ વધુ કરો.’’