‘‘માનવી બેઠોબેઠો જન્મનાં વર્ષો ગણે છે
ને મૃત્યુ બેઠાબેઠા કફનના તાંતણા જોડે છે.’’
‘‘જિંદગી પાણીના પરપોટા જેવી છે, ન જાણે ક્યારે ફૂટી જાય.
કોણ જાણે આ જીવનનો તાર ક્યારે તૂટી જાય.’’
‘‘આ તો છે સુગંધ ગુલઝારની,
નથી ખુશ્બૂ કોઇ એક ફૂલની.’’
‘‘કોઇ પણ દુઃખનું કારણ પૂર્વે કરેલ કર્મનું ફળ છે. માટે
તેના પર ધ્યાન ન દેતા સહન કરવું, જેથી નવાં કર્મનું
ઉપાર્જન થતું નથી અને કર્મ ખપી જાય છે.’’
‘‘બને ત્યાં સુધી કોઇ વિવાદમાં ન પડવું. દરેક વિવાદમાં
ક્યાંક ને ક્યાંક આપણો અહંકાર હોય છે જે આપણા
જીવનની શાંતિ હણી લે છે.’’
‘‘દરેક વ્યક્તિ સંસારમાં અલગ હોય છે. આથી તમારા
જીવનસાથી તમારા જેવા જ હોવા જોઇએ એ આગ્રહ છોડી
દો. ઝાડનાં બે પાન સરખાં નથી તો પછી તમારા
જીવનસાથી તમારા જેવા જ કઇ રીતે હોય.’’
શરીર ઉપરનાં કપડાં ઉતારી દિગમ્બર થવું સહેલું છે, પણ
મન ઉપરનાં કપડાં ઉતારી નિર્વસ્ત્ર થવું મહામુશ્કેલ છે.