૨ : ૩૭ - મિત્રોને સપ્રેમ ભેટ

હવે લાગે છે સમયનાં વાણાં વીતી ગયાં બહુ યારો
તમારી યાદોની છાપ દિલમાં મૂકી ગયા હજારો
આંખમાં હર્ષનાં આંસુ તો સૂકાઇ ગયાં
મનની પાંપણ તો ભીની ને ભીની રહી ગઇ
આ છે કરિશ્મા કેવો પ્રભુ તારો, જાણે સપના જેવો
ફરર કરતો તૂટ્યો મહેલ જાણે તાસનાં પત્તાં જેવો
કિનારે આવી ઊભા અમે જોવા સમંદરના તરંગો
જોવા હવે તો અસ્ત થતા સૂરજની લાલીમાના રંગો
સૂરજનું ઊગવું ને આથમવું એ છે ગરિમા એની
પ્રસંગેપ્રસંગે મિત્રોને મળવું એ મોજ છે અમારી
જિંદગીની આ ચોપાટમાં જે જીવન માણી ગયો
નથી એ જુગારી, મરજીવો બની મોતી પામી ગયો
મળી સૌ મિત્રો પ્રભુ કરીએ અભિવાદન તારું
હાથ જોડી, વંદન કરી, કરું છું કાવ્ય પૂરું મારું