ગઢવી ગાતા ભલો
ચકલી ચીંચીં કરતી ભલી
સુતાર રંધો મારતો ભલો
ચિત્રકાર પીંછી ફેરવતો ભલો
નૃત્યકાર નૃત્ય કરતો ભલો
લેખક લખતો ભલો
મેઘ ગાજતો ભલો
કોયલ ટહુકતી ભલી
મોર કળા કરતો ભલો
નદી વહેતી ભલી
કુંભાર ચાકડો ચલાવતો ભલો
વાણિયો વેપાર કરતો ભલો
નાટકકાર નાટક કરતો ભલો
શિલ્પકાર શિલ્પ કરતો ભલો
મારા જેવો બોલતો ભલો
તમારા જેવા સાંભળતા ભલા
તમને ગમે કે ન ગમે
વાંચવાનું ભૂલતા નહીં ભલા