૧: ૮૯ - સુવિચાર

  • અહંકાર વિલીન થાય છે ત્યારે કશામાં પરિણમતો નથી, કારણ કે એ કેવળ અજ્ઞાન હતું. એની પરિણતિનો કોઈ પ્રશ્ન જ નથી. એ એક માત્ર ભ્રમ હોય છે. જેમ કોઈ અંધકારમાં દોરડાને સાપ સમજી બેસે અને પ્રકાશમાં જુએ છે કે એ એક દોરડું હતું, સાપ હતો જ નહિ. બસ ભ્રમ તૂટે છે. આવી રીતે અહંકાર એક ભ્રમ છે. જયારે એ વિલીન થઈ જાય છે ત્યારે સત્ય સમજાઈ જાય છે.
  • પરમાત્મા એ તો ચિત્તની અંતિમ આનંદની અવસ્થા છે. પરમાત્મા થોડી કોઈ વસ્તુ છે કે મળે? એ તો એક અનુભૂતિ છે.
  • એક જન્મ મા-બાપથી મળે છે. જે સંસારસાગરમાં આપણને તરતા મૂકે છે અને બીજો જન્મ ગુરુથી થાય છે. જે સાગર પાર કરાવે છે એટલે કે મોક્ષ સુધી પહોંચાડે છે.
  • સંપત્તિ સુખ આપી શકે,
    સંપત્તિ શાંતિ ન આપી શકે.
  • સત્ય પોતાના જ પગ ઉપર ઊભું રહે છે
    એને બીજાના ટેકાની જરૂર નથી.
    અસત્ય બીજાના પગ ઉપર ઊભું હોય છે
    એટલે એને બીજાના ટેકાની જરૂર પડે છે
  • આંખ એક ભાષા છે, શરીર એક ભાષા છે.
    ચારિત્ર એક ભાષા છે અને મૌન એક ભાષા છે