૧: ૮૭ - સુવિચાર

  • જીવન જાણ્યું કે મૃત્યુ મટી ગયું
    મૃત્યુ જાણ્યું કે જીવન શરૂ થયું
  • ભિખારી જે માંગે છે ભીખ કહેવાય
    ભિક્ષુક જે માંગે તે ભિક્ષા કહેવાય
    ભીખ માટે માંગવું પડે છે
    ભિક્ષા સામેથી મળે છે.
    ભીખ પરાણે મળે છે
    ભિક્ષા પ્રેમથી મળે છે.
  • તપથી તનને તપાવજો
    મનથી મમત્વ ઘટાડજો
    ધનથી દાનમાં હાથ લંબાવજો
    આટલું કરીને મોક્ષ માર્ગ ખોલી જજો.