ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો
પ્રભુ મારા વંદન પ્રભુ મારા વંદન..ગમે તે
ભલે ના નિહાળું નજરથી તમોને,
મળે ગુણ તમારા સફળ મારું જીવન...ગમે તે
સ્વરૂપે જનમ જે અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા,
ધરમ ન કર્યો કે ન તમોને સંભાર્યા કે
હવે આ જનમમાં કરું હું વિનંતિ
સ્વીકારો તમે તો તૂટે મારાં બંધન...ગમે તે
મને હોશ એવી ઉજાળું જગતને
કિરણ ના મળે મારા મનના દીપકને
તમે તેજ આપો જલે એવી જ્યોતિ,
અમરપંથના સૌને કરાવે જે દર્શન...ગમે તે
ભર્યા આ ભૂમિમાં છલોછલ અંધારા,
કદમ ક્યાં ઉપાડે જીવો આ બિચારા...ગમે તે
થતો જાય ઝાંખો પ્રતિદિન પ્રભુજી,
બતાવ્યો હતો જે તમે પંથ પાવન...ગમે તે
સુહાના સુખો આ સંસારા ફેરા,
વધારે એ બધા ભવોભવના ફેરા
કરીએ વિનંતિ મળી સૌ તમોને
મારગ બતાવો પ્રભુ મારા પ્યારા...ગમે તે
જીવન આ જગતનું, લાગે છે ખારું,
નથી સમજાતું હવે ક્યાં જાઉં
કરો પાર નૈયા, બની તુમ સુકાની
લાગે હવે આ દુઃખો બહુ ભારી..ગમે તે સ્વરૂપે