૧: ૩૪ - પંડિતાઈ ડુબાડે સરલતા તારે.

એક વખત એક પંડિતને ગંગાપાર કરવી હતી. એટલે એક હોડીવાળાને બોલાવીને ગંગાપાર કરવા માટે વિનંતી કરી. હોડીવાળો તૈયાર થયો. એટલે પંડિત હોડીમાં બેસી સામે પાર જવા નીકળ્યા. પંડિત લોકો પોતાની પંડિતાઈમાં નવરા થતા નથી. જ્યાં કંઈક મોકો મળે કે પંડિતાઈ બતાવવા બેસી જાય. હોડીમાં બીજો હોડીવાળો ગમાર જેવો. અને પંડિત સવાલ-જવાબ કરવા લાગ્યો. પંડિતે હોડીવાળાને પૂછ્યું કે ભાઈ તું ઇતિહાસ વિષે શું જાણે છે? પેલો હોડીવાળો કહે કે, પંડિતજી હું ગામનો ગમાર માણસ. મને ઇતિહાસ વિષે શું ખબર હોય? મને ઇતિહાસ વિષે કંઈ નથી ખબર. પંડિત તરત જ બોલી ઊઠ્યો, તારી અડધી જિંદગી એળે ગઈ પણ પંડિત લોકો પોતાની હોંશિયાર બતાવ્યા વગર રહે નહિ. એટલે પાછું પૂછ્યું. તું ચાલ. ભૂગોળ વિષે શું જાણે છે? પેલો બોલ્યો, સાહેબ મને ભૂગોળ વિષે કંઈ જ્ઞાન નથી. હું થોડો તમારી જેમ પંડિત છું ! તમે જ કહો ને પંડિત બોલ્યો. તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. ફરી પંડિતાઈ બતાવવા પૂછે છે કે તું વિજ્ઞાન વિષે શું જાણે છે. હોડીવાળો બોલ્યો. બ્રાહ્મણભાઈ હું આવું કશું જ જાણતો નથી. એટલે પંડિત તરત બોલી ઊઠ્યો, તારી આખી જિંદગી પાણીમાં ગઈ. આટલી વાત પૂરી થાય છે ત્યાં નદીમાં એકદમ તોફાન આવ્યું. હોડી ડોલવા માંડી. હોડીવાળાને પંડિતને પૂછ્યું, પંડિતજી તમને તરતા આવડે છે. નહીં ભાઈ તો હવે તમે સાંભળો. તમારા આખી જિંદગી પાણીમાં ગઈ. મારી તો તમે કિીધું એમ અભ્યાસ ન કર્યો એટલે જિંદગી પાણીમાં ગઈપણ તમે તો આજ ખરેખર પાણીમાં જશો. આ તોફાનમાં કોઈ બચી શકતું નથી. હું તો તરવૈયો છું. હમણાં જ છલાંગ મારી નદી પાર કરી લઈશ. તમે શું કરશો. પંડિતને પોતાની મૂર્ખાઈ સમજાઈ ગઈ પણ હવે શું કામનું?

પંડિતાઈ ડુબાડે

સરલતા તારે.