એક સંતને એક યુવાને પૂછ્યું
ગુરુદેવ સંન્યાસ એટલે શું?
હું શરીર નથી પણ આત્મા છું એનું ભાન એટલે સંન્યાસ એવું ભાન થતાં મોહ કે આસક્તિ પ્રવેશી શકતી નથી.
સંસાર બહાર છે હતો અને રહેશે પણ અંતરમાં એને માટે આસક્તિ પ્રગટાવવી એટલે સંસાર.
બહારના સંસારને પકડવો કે છોડવો બને અજ્ઞાન છે, કારણ કે બન્નેમાં સંસાર સાથે સંકળાયેલા હોઈએ છીએ.
સંસાર પ્રત્યે રાગ અને વૈરાગ્ય અને આસક્તિ છે, અજ્ઞાન છે. રાગ અને વૈરાગ્ય બને જાય એ અનાસક્તિ. તેથી એ બન્નેના અભાવ એટલે સંન્યાસ.
રાગ એ અજ્ઞાન છે. પતિ-પત્ની, ભાઈ-બહેન, માતા-પિતા વગેરે મારા છે. એ રાગ અને તેનાથી ઊલટી પ્રતિક્રિયા એટલે વૈરાગ. જ્ઞાન વડે જ રાગ અને વૈરાગના અભાવને પ્રાપ્ત કરી શકાય.
એક માનવી સંસાર તરફ દોડે છે. બીજો તેનાથી દૂર ભાગે છે. બન્ને પરસ્પર વિરોધી દિશામાં ભાગવાની ક્રિયા કરે છે. તે અજ્ઞાન છે. અંદર બેઠેલ આત્માને સંસારમાં કે સંસારની બહાર ક્યાંય સુખ મળતું નથી. સુખ તો આનંદ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થવામાં જ છે અને જૈનધર્મનો કાયોત્સર્ગ જે છે એનો અર્થ પણ સ્વમાં સ્થિર થવું.
સ્વમાં વસ
પરથી ખસ
આટલું બસ.