૧: ૩૧ - સુવિચાર

  • બુદ્ધ વો હૈ જો શુદ્ધ હૈ
    શુદ્ધ વો હૈ જો સરલ હૈ
    સરલ વો હૈ જો નિર્મલ હૈ
    નિર્મલ વો હૈ જો સંત હૈ
    સંત વો હૈ જો વસંત હૈ
    વસંત વો હૈ જો ખુશબૂ દેતી હૈ
    ખુશબૂ વો દેતા હૈ જો કુછ ચાહતે નહિ
    જો કુછ ચાહતે નહિ વો હિ સબ કુછ પાતે હૈ

    પાતે વો હી હૈ જો “આગમ” પર ચલતે હૈ
    આગમ પર વો હી ચલતે હૈ જો
    મહાવીર કો ચાહતે હૈ મહાવીર કો ચાહતે હૈ
    વો મોક્ષ કો પાતે હૈ.
  • સંસારને બે રીતે ચક્ર કહેવામાં આવે છે.
    પહેલા ચક્રમાં માણસનો જન્મ થાય.
    બાળપણ વિતાવે જવાની આવે
    સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરે અને
    આગળ વધી લગ્ન કરી ઘરસંસાર વસાવે
    કામધંધામાં આગળ વધે નોકરીમાં હોય તો આગળ મોટો હોદ્દેદાર થાય. પુત્ર પરિવાર વધતાં-વધતાં તેઓના લગ્નપરિવાર અને આખરમાં ઉંમર થતાં સ્મશાનયાત્રા એક ચક્ર પૂરું...
    બીજું ચક્ર એટલે સંસારનાં માણસો એક જ ચક્રમાં ઊભાં હોય ત્યારે આપણે કોઈકથી આગળ હોય અને કોઈકથી પાછળ. આમ દરેકની આગળ કોઈક હોય જ અને એને જોઈને આપણે તેનાથી આગળ જવા માટે જિંદગીભર કોશિશ કરીએ અને કદાચ આગળ પણ નીકળી જઈએ. જેવા આગળ જઈએ ત્યાં આપણાથી બીજું આગળ હોય જ. ફરી આપણે આગળ જવાની કોશિશ કરીએ અને આ કોશિશમાં જીવનમાં તણાવ અને દુઃખ જ હાથ લાગે પણ જો આપણે આપણી પાછળ જે ઊભા છે, એને જોઈએ તો સુખ થાય પણ ચક્રમાં ઊભા રહેલ હંમેશાં પોતાનાથી આગળવાળાને જ જુએ છે, અને દુ:ખમાં ડૂબકી મારતો રહે છે અને સુખ હાથતાળી આપતું જાય છે. બસ ચક્ર તોડવું અભિમન્યુના આઠ કોઠા જેવું હોય છે. જે સમજીને આ ચક્રની બહાર આવી જાય છે, એને જિંદગી આનંદમય લાગે છે.
  •  જ્ઞાન એ અહંકારને જન્મ આપે છે.
    જ્ઞાન એ અહંકારની માતા છે.
    તપ એ ક્રોધને જન્મ આપે છે.
    તપ એ ક્રોધની માતા છે.