૧: ૩૦ - સ્તવન “આનંદ ભયો આનંદ ભયો”

આનંદ ભયો આનંદ ભયો

પ્રભુ તારા ગુણ ગાઈ આનંદ ભયો...આનંદ.

સ્વર્ગ-નરકના ભેદ ના જાણું ના જાણું પાપ પુણ્ય

હું જાણું તારી વાતડી મીઠી, એ મીઠામાં મદમસ્ત થાઉં...આનંદ

સૂત્ર સિદ્ધાંત હું ના સમજું, ના સમજું દર્શન

કેવું હું સમજુ તારી રાહે ચાલું, એ રાહે કંટક ના હોવે..આનંદ

સ્વાધ્યાય કરી લગની લગાડી આગમ કેરી ઓળખ કરાવી

ધરમ કરી શ્રદ્ધા જગાડી માનવજીવનની મહત્તા સમજાવી. આનંદ

ભવસાગર તરવા હું નીકળ્યો બિન નાવ બિન ખેવૈયા

ભરોસો મુજને તુજ પર એવો કરશે પાર તું મૈયા.. આનંદ

આતમ મારો એવો અધૂરો મળવા તુજને કાજ

મનડું મારું એવું નાચે જોવા તુજને આજ..આનંદ

અશ્રુ કેરી અવિરત ધારા, વહે તુજ ચરણકમળમાં

અમીદષ્ટિ પ્રભુ એવી કરજો ના રહે ફેરા ભવભવના...આનંદ