premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૨૯ - સુવિચાર
Jul
08
2021
391
ગુલઝાર ભાગ - ૧
૧: ૨૯ - સુવિચાર
શાસ્ત્રોની લંબાઈ પહોળાઈ બતાવે તે ગણિતજ્ઞ.
શાસ્ત્રોની વાતો બતાવે તે પંડિત,
શાસ્ત્રોની ઉંડાઈ બતાવે તે સાધુ.
શાસ્ત્રોની ખૂબી બતાવે તે સંત.
જે જિંદગીનો થાક ઉતારે તે કથા
બાકી બધી વિકથા.
શિશુ, સંત અને શબ સરખા.
શિશુના ઝભલામાં ખિસ્સા ના હોય.
સંતના કપડાંમાં ખિસ્સા ના હોય.
શબના કફનમાં ખિસ્સા ના હોય.
શિશુ કંઈ લઈને આવતો નથી એટલે ખિસ્સા નથી હોતા
સંત સમજે છે કે દુનિયામાં મારું કંઈ નથી એટલે ખિસ્સા નથી હોતા.
શબ કંઈ લઈને જતું નથી એટલે ખિસ્સા નથી.
વખાણ જેવું સંસારમાં કંઈ મીઠું નહિ
નિંદા જેવું સંસારમાં કડવું નહિ.
અને ન સમજાય એવું કંઈ હોય તો માણસનું મન. સેવા જ્યારે વાસનાનું રૂપ ધારણ કરે છે ત્યારે તે ઝેર બની જાય છે. સેવા જ્યારે નિસ્વાર્થપણાનું રૂપ ધારણ કરે છે ત્યારે અમૃત બની જાય છે.
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
Please Enter Email
Please Enter Valid Email
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC