ઉપરના આ ત્રણ શબ્દો એવા છે કે કોઈને પણ પૂછો કે ભગવાન બનવું છે. તરત “હા” પાડશે. મહાવીર બનવું છે. મોક્ષમાં જવું છે. બધા જ હા પાડશે. પણ આ શબ્દના અક્ષરનો ભેદ જાણશો તો આપણને એમ લાગશે કે એક પણ અક્ષર જેવું આપણું જીવન નથી પણ “ભગવાન મહાવીર” બનવું છે.
મહાવીરના પહેલા ૪ અક્ષરનું અવલોકન કરીએ.
મઃ “મ” કહેતાં “મમત્વ” છૂટે. જો સંસારનું. સંસારનું મમત્વ છૂટી જાય અને ખરેખર જીવનમાં સાધુપણું આવી જાય તો બેડો પાર થઈ જાય.
હા: હા” કહેતા હારે નહીં. ઉપસર્ગથી જે જીવનમાં ઉપસર્ગ ગમે તેટલા આવે પણ એનાથી હારે નહીં. હિમાલયની જેમ અડગ રહે. મહાવીરને કેટલા ઉપસર્ગ આવેલ પણ ઉપસર્ગનો સામનો કર્યો.
વીઃ વિજય એટલે કષાય ઉપર ક્રોધ-માન-માયા-લોભ કષાય ઉપર જે વિજય મેળવે છે એ જરૂર મોક્ષને પ્રાપ્ત કરી લે છે.
૨: રમણ કરે છે આત્મામાં.
જે જીવ બહારના ભાવોને છોડીને આત્માની રમણતામાં જીવન વ્યતીત કરે છે એ મોક્ષગામી થાય છે.
હવે ભગવાનના ચાર અક્ષર લઈએ.
ભઃ એટલે જે ભક્તિમાં ડૂબી જાય છે મીરાભાઈ કેવા ભક્તિના રસમાં ડૂબી ગયાં કે ભગવાનને પણ ભકત પાસે આવવા માટે લાચાર કરી દીધા.
ગઃ “ગ” એટલે ગમ ખાતા શીખી જવું, સંસારમાં ગમ ખાવાનું જે શીખી જાય છે એના માટે સંસારસાગર પાર ઉતરવો બહુ જ સરળ બની જાય છે. મોક્ષમાર્ગ માટે આ સરળ ઉપાય છે.
વા: વાસના” ઉપર વિજય સંસારમાં રહેલ દરેક પ્રાણી વાસનાના સકંજામાં જકડાયેલ હોય છે. જે આનાથી મુક્ત થાય છે તે સંસારપાર કરી મોક્ષમાં સુખ માણે છે.
ન: “ન” એટલે કોઈને નડવું નહીં. માણસનો સ્વભાવ એવો છે કે એને બીજાને નડવાનું બંધ કરવું ફાવતું નથી. કોઈને કોઈ સાથે જીવનભર નડતર ચાલુ જ રાખે છે. જો આ સ્વભાવ સુધરી જાય તો મોક્ષ નજીક થઈ જાય.
હવે મોક્ષ બે અક્ષર –
મો: “મો” કહેતા મોહ છૂટે. પરિવારનો, ઘરનો, સંસારનો મોક્ષ થવેંતમાં છે.
ક્ષ: “ક્ષ” ક્ષય કરે. આઠે કર્મનું પરિણામ મોક્ષ. આઠ કર્મ જ્ઞાનાવર્ષીય દર્શન છે. વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય.