૧: ૨૩ - સુવિચાર

  • દુનિયામાં બે વસ્તુ ઈશ્વર રાજા હોય કે રંક બંનેને સરખી આપે છે. એ છે જન્મ વખતે બાળકનું વજન અને મૃત્યુ વખતે તે જ વ્યક્તિની રાખનું વજન. બંને સરખા હોય છે. જન્મતી વખતે જે વજન કુદરત આપણને આપે છે એટલું જ વજન મૃત્યુ વખતે આપણી પાસેથી લઈ લે છે. 
  • મોક્ષની વાસના પણ વાસના છે. છેવટે આ વાસના છૂટે છે ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. 
  • શોકસભા અગમ્ય સંદેશ આપી જાય છે
    જિંદગીનો કોઈ નવો રાહ ચીંધી જાય છે
    મને કે કમને ધર્મનાં દ્વાર ખોલી જાય છે. 
  • કરમને શરમ કેવી 
    ભિખારીને કરોડપતિ બનાવે અને 
    કરોડપતિને ભિખારી બનાવે. 
  • તું કંઈ બોલ નહીં 
    સંતના “બોલ”ને ઝીલ. 
  • રાંધવા જેવા ઘઉં જોતાં હોય તો આપણે કાંકરા કાઢીને ફેંકી દઈએ છીએ એમ જીવનમાંથી રાગ-દ્વેષને અહંકારના કાંકર ફેંકી દઈએ તો જીવન-જીવવા જેવું સુંદર (અમૃત સમાન) બની જાય.
  • ભિખારીને કોઈ કંઈક આપે એ ભીખ કહેવાય છે. સાધુને કોઈ કંઈક આપે એ ભિક્ષા કહેવાય છે. પહેલા માટે માંગવું પડે છે જ્યારે બીજા માટે સામેથી મળે છે.