મિત્રો હું જાણું છું કે તમને લાંબું લખાણ કે
લાંબું સાંભળવાનું ગમતું નથી, આથી
આજે ટૂંકમાં લખેલ છે.
એક દિવસ એક નાનો છોકરો સ્કૂલેથી
આવી ‘‘મા’’ને પૂછે છે કે ‘‘મા,’’ બચપણ
અને જુવાની એટલે શું? શાળામાં
માસ્તરે સમજાવ્યું, પણ હું બરાબર સમજી શક્યો નહીં.
બેટા, સાંભળ! બચપણ મેં જ્યારે
પિયર છોડ્યું ત્યાં ભૂલી આવી અને
જુવાની તારા જન્મ પછી ભૂલી ગઇ.
હવે તો છે માત્ર કર્તવ્ય અને ‘‘મા’’ની લાગણી,
છોડ આ બધી વાતો, સ્કૂલેથી
આવ્યો છો, ભૂખ લાગી હશે, પહેલા જમી લે...
મિત્રો વાત ગમી હોય તો ગાંઠે બાંધજો, નહીં તો
સ્વામી પ્રેમ અનુરાગીના પ્રેમપૂર્ણ પ્રણામ.