ઢોલિયો ઢોળી સૂતો હતો, ગગનમાં મીટ માંડી જોતા પૂનમના ચાંદને
કેવા શોભી રહ્યો હતો, જાણે શ્વેત ચાદર બિછાવી આસમાને
જોતજોતામાં દિવસો વિત્યા, પૂનમ કેરી ચાંદની માણતા
દિન-પ્રતિદિન થતો ગયો ઝાંખો, ડૂબ્યો એ અંધારા કેરી આડમાં
વિચારે હું ચડ્યો છું કંઇક આવું આજે આપણી ભાષાતણું
ડર છે ક્યાંક ખોવાઇ ન જાય, આ રતન ગુજરાતી ભાષાતણું
વર્ષો વિત્યા ‘‘કલાપિ’’ ને ગયા સૂનુંસૂનું કાવ્યજગત ભાષે
જૂના તો બહુ થોડા રહ્યા, નવા કવિ કોણ જાણે કેવા સૂર ગાશે
લાગ્યું ઘેલું હવે તો અંગ્રેજી ભાષાતણું આપણા નવ જનરેશનને
ઊતર્યું અમાવશ કેરું અંધારું, કોણ કોને સમજાવે આ મુશ્કેલીને
વગર પ્રાણ કેરું કલેવર કેમ જીવશે, આ નવા જગ મહીં
મૃતઃપ્રાય થતા આ કલેવરને, સ્મશાનની રાખ થતા વાર નહીં.
‘‘માં’’ છે બાળક વગરની અધૂરી, માનવી માતૃભાષા વગરના અધૂરા,
અધૂરાને પૂરા કરવા ભૂલશો નહિ, માતૃભાષાનાં ફળ બહુ મધુરાં
વાતો કરે ભલે ‘‘ગુજ્જુ’’ બહુ મોટીમોટી છોકરો ભણે અંગ્રેજી મહીં
બહાર નહીં તો ઘરમાં બોલજો ગુજરાતી આ બહાને છોકરો બોલશે ગુજરાતી,
સમયના વહેણમાં બધું વહી જાય છે જરા જાગતા રહેજો
ક્યાંક ઊઠે નહીં ઝનાઝો, સપનામાં સૂતા જ રહી જશો.