પ્રભુ આજ મારે પાંચકડા રમવા
પ્રભુ આજ મારે પાંચકડા રમવા...
પહેલે પાંચકડે વાળ કર્યા ધોળા
ડાય લગાડી મેં કેશ કર્યા કાળા...પ્રભુ
બીજે પાંચકડે બત્રીસી લીધી
ચોકઠું બેસાડી મેં સગવડ કીધી...પ્રભુ
ત્રીજે પાંચકડે ઝાંખપ દીધી
મોતિયો ઉતરાવી દૃષ્ટિ લીધી...પ્રભુ
ચોથે પાંચકડે બહેરાશ દીધી
મશીન બેસાડી મેં સગવડ કીધી...પ્રભુ
પાંચમેં પાંચકડે પગ મારા લીધા
લાકડીને ટેકે મેં સગવડ કીધી...પ્રભુ
છઠ્ઠે પાંચકડે યમરાજ મૂક્યો
જોઇ પ્રભુ હું થરથર ધ્રૂજ્યો.
પ્રભુ હવે મારે પાંચકડા નથી રમવા...પ્રભુ