સૂનાં રે સૂનાં મારાં દેવળ સૂનાં
સૂના મારા હૃદયના ખૂણા રે ખૂણા...સૂનાં
વાટડી જોઇ પ્રભુ આંખડી થાકી (૨)
ભીના રે ભીના મારા પાંપણ ભીના...સૂનાં
જપત-જપત કરી કંઠ રુંધાયા... (૨)
સુક્કા રે સુક્કા મારા હોઠો સુક્કા...સૂનાં
વીજળી ચમકી ને વાદળ ઘેરાયા (૨)
પ્યાસા રે પ્યાસા મારા મન કેરા મેહુલા...સૂનાં
શ્વાસેશ્વાસે હરિગીત ગાઉં (૨)
પડે શ્વાસ બંધ પહેલા સૂર પુરાવી જા...સૂનાં
ડગલે ને પગલે તારી યાદ સતાવે (૨)
આતમ કેરી આશ બુઝા જા-જા...સૂનાં
દોડતોદોડતો દ્વારે આવું (૨)
સૂના રે સૂના મારા આંગણ સૂના......સૂનાં
અંગ કેરા રંગ હવે ઝાંખા ભાસે (૨)
તૂટે સંગ પહેલા રંગ પૂરી જા...સૂનાં
આયખા કેરા અંધારા ઉતરીઆ (૨)
પડે સાંજ પહેલાં દર્શન દઇ જા...સૂનાં